મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

લો બોલો: મોરબીના રાજનગર-૩ માં ઘર પાસે પાર્ક કરેલી કારમાથી તસ્કરો બે ટાયર ચોરી ગયા !


SHARE







લો બોલો: મોરબીના રાજનગર-૩ માં ઘર પાસે પાર્ક કરેલી કારમાથી તસ્કરો બે ટાયર ચોરી ગયા !

 મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદરથી સમયાંતરે રોકડ અને દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવતી હોય અને તેની સાથોસાથ વાહન ચોરી કરવામાં આવતી હોય તેવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે જોકે હાલમાં ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા રાજનગર-૩ માં રહેતા યુવાનના ઘર પાસે પાર્ક કરેલી તેની કારના બે ટાયરની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૫ હજાર રૂપિયાની કિંમતના બે ટાયરની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધવી છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર-૩ શ્રી વિલા એપાર્ટમેન્ટ પાસે રહેતા જયેશભાઈ રતીભાઈ ઘૂમલીયા જાતે પટેલ (ઉંમર ૩૦) એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ પોતાની આઈ-૧૦ નિયોસ કાર નંબર જીજે ૩૬ આર ૩૦૭૨  પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂકી હતી દરમિયાન તા ૧૨/૧૦ ના રોજ રાત્રીના કોઈ પણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા કારમાંથી આગળના બંને મેગવિલ સાથેના ટાયર કાઢી લેવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને પંદર હજાર રૂપિયાની કિંમતના ટાયરની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હોય જયેશભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરુ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી વિસ્તારમાંથી અનેક વખત ઘરફોડ ચોરી તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી, ધોળા દિવસે લૂંટ, જાહેરમાં ફાયરિંગ કરીને હત્યા સહિતના બનાવો બનતા હોય છે દરમિન હવે ઘર પાસે પાર્ક કરેલા વાહનોની પણ સલામતી ન હોય તેવો ઘાટ જોવા મળ્યો છે ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉઠી રહ્યા છે.

જુગારી પકડાયા 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરીમાં વોકળાના કાંઠે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે મહેશભાઈ ઉર્ફે લાલો દેવાભાઈ રુજા (ઉંમર ૩૧), આબિદભાઈ હાજીભાઈ મલેક જાતે સિપાઈ (ઉંમર ૧૯), એજાજભાઈ ઈકબાલભાઈ શેખ જાતે સિપાઈ (ઉમર ૨૩)  અને મોઈનભાઇ ઈસ્માઈલભાઈ ચાનીયા જાતે સંધિ (ઉંમર ૨૩) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News