મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પાડાપુલે રીક્ષા પલ્ટી મારી જતાં બે મહિલા સહિત ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીના પાડાપુલે રીક્ષા પલ્ટી મારી જતાં બે મહિલા સહિત ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં

મોરબીના પાડાપુલ ઉપરથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી જતા તેમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પાડાપુલ ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર અકસ્માતે તે રીક્ષા પલટી મારી ગઈ હતી અને જેથી કરીને રિક્ષામાં બેઠેલ નીતાબા નથુભા ઝાલા (૫૫) રહે. શિવમ હોસ્પિટલ પાછળ મોરબી, રાજલબેન શૈલેષભાઈ બારોટ (૨૦) રહે. રામકૃષ્ણનગર તથા રાજુભાઈ પારઘી (૨૮) રહે. માટેલ વાળાને ઇજાઓ થઈ હતી અને ઇજા ગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે છે અને વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોંપવામાં આવી છે.

વાહન અકસ્માત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે બાપાસીતારામની મઢુલી પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મનીષભાઈ ખીમજીભાઈ મુછડીયા (૨૯) નામના યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવી પીપળી ગામે રહેતા ઈશ્વરભાઈ લવજીભાઈ નાગપરા (૬૫) નામના વૃદ્ધ મોરબીના જુના ઉપર આવેલ સિમ્પોલો સીરામીક કારખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અન્ય વાહન ચાલકે તેઓને ઠોકર મારતા ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News