મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઠપકો દેવા ગયેલ યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીને આજીવન કેદ, ત્રણ લાખનો દંડ: ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં ઠપકો દેવા ગયેલ યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીને આજીવન કેદ, ત્રણ લાખનો દંડ: ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે કપડાની ખરીદી કરવા માટે તેને બે મિત્રો ગયા હતા ત્યારે ત્યાં નાના સાત વર્ષના બાળકનો હાથ મરડીને તેને હેરાન કરનારા શખ્સને તે બંને મિત્રો સમજાવવા માટે ગયા હતા ત્યારે સામેવાળા વ્યક્તિએ ઉશકેરાઈ જઈને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તમારે શું લેવા દેવા છે તેવું કહીને તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને તે સમયે મારી નાખવાના ઇરાદે પેડુના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકિને બે પૈકીનાં એક યુવાનને ગંભીર ઇજા કરીને તેની હત્યા કરી હતી જે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે સરકારી વકીલની દલીલો ધ્યાને લઈને એક આરોપીને આજીવન કેદની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે જોકે ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાહ પાસે ફકરી સોસાયટીમાં રહેતા હુસેનભાઇ ફકરુદ્દીનભાઈ વોરા (૨૩) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા ૨૩/૩/૨૦૨૧ ના રોજ હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તે લાતી પ્લોટમાં ગયો હતો ત્યારે તેના મિત્ર અજીત પરમારનો તેને ફોન આવ્યો હતો અને કપડાં લેવા જવું છે તેવું તેને કહેતા તે તેની સાથે ગયો હતો અને અજીત પરમાર પોતાની ઓટો રીક્ષા લઈને તેને લેવા માટે આવ્યો હતો ત્યારબાદ તે બંને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે એસ્સારના પંપ પાસે કપડાનો સેલ હતો ત્યાં કપડાની ખરીદી કરવા માટે તેને ગયા હતા અને તે સમયે એક શખ્સ સાત વર્ષના બાળકનો હાથ મરડીને તેને હેરાન કરતો હતો જેથી કરીને આ બંને મિત્ર નાના બાળકને હેરાન ન કરવા તેને સમજાવતા હતા ત્યારે આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બેફામ ગાળો આપી હતી ત્યાર બાદ ઝપાઝપી કરી હતી અને બંનેના મુંઢ માર માર્યો હતો ત્યાર બાદ આ શખ્સે પોતાની પાસે રહેલ તીક્ષ્ણ હથિયાર વડે અજીતને પેડુના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને તેને તાત્કાલિક હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને સારવાર લીધા બાદ ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી આ કેસ મોરબીમાં સ્પેશિયલ જજ એટ્રોસિટી અને બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ. બુદ્ધા સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદની સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ ૧૬ મૌખિક અને ૪૧ દસ્તાવેજી પુરાવોને ધ્યાને લઈને કોર્ટે હત્યાના આ ગુનામાં આરોપી રમેશભાઈ ઉર્ફે રમલો મંગાભાઈ બાંભવા (૩૪) રહે. મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે મોરબી વાળાને આજીવન કેદની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જોકે આ કેસમાં પકડાયેલ જીજ્ઞાબેન ઉર્ફે જુલી પેથાભાઇ મોરવાડિયામ કિશનભાઇ બાબુભાઈ વલિયાણી અને નિલેશ ઉર્ફે હિતો વાલજીભાઈ રાઠોડને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરાયો છે






Latest News