ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

હાલમાં શેરબજારમાં કમાણી કરવા માટે લોકો રોકાણ કરતાં હોય છે ત્યારે તકનો લાભ લેવા માટે ઘણા ભેજાબાજ શખ્સો દ્વારા ઓનલાઈન રોકાણ કરાવી નફો કમાવી દેવાની લાલચ આપે છે અને ત્યાર બાદ છેતરપીડી કરવામાં આવે છે આવ જ એક ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ગત તા.૪/૦૧/૨૦૨૪ ના રોજ મોરબીના કિશનભાઈ કાવર નામના વ્યક્તિને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fapgos com લીંક મોકલી વોટસએપ મેસેજ કરવામાં આવ્યો હતો અને શેરબજારમાં રોકાણ કરવાની ટીપ્સ મોકલેલ હતી. આ અરજદાર શેરબજારમાં રોકાણ કરવા માટે અને ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ ૪,૪૭,૧૫૦ નું ઓનલાઈન ટ્રાન્જેકશન કર્યું હતું અને ફરીયાદીએ રોકાણ કરેલ રૂપિયા પાછા આપવા માટે કહ્યું હતું જો કે, તેને રૂપિયા પાછા ન આપીને તેની સાથે છેતરપીડી કરવામાં આવી હતી જેથી મોરબીના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં પહેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં આરોપી સુનય દીનેશચંદ્ર શાહ રહે. આનંદપુરી બાસવાડા રાજસ્થાન વાળાને સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા રાજસ્થાનથી પકડી પાડેલ છે અને આ કામગીરીમાં પીઆઇ એન.આર. મકવાણા, પીએસઆઇ યુ.એસ. બારોટ તથા તેની ટીમે કરી હતી






Latest News