ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ એપ્રિલના રોજ ભવ્ય ભીમ ભજનનું આયોજન


SHARE











મોરબીમાં ૧૩ એપ્રિલના રોજ ભવ્ય ભીમ ભજનનું આયોજન

મોરબી સહિત દેશભરમાં આગામી ૧૪ મી એપ્રિલના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તેમજ આધુનિક ભારતના સંવિધાનના રચયિતા એવા ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૩૩ મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબીમાં ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આગામી ૧૪ એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી સંદર્ભ તા.૧૩ એપ્રિલને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચોકમાં ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભીમ ભજનીક કલાકાર નિતીન શુક્લ તથા તેમના સાંજીદા રાજુ જોષી અને રાજુ રાઠોડ ગ્રુપ દ્વારા ડો.બાબા સાહેબના સંઘર્ષમય જીવન વિશે માહિતી તથા ભજનો રજુ કરવામાં આવશે. આ ભીમ ભજનમાં પધારવા જયભીમ યુવા મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News