ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌરપર્વની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ધામધુમથી ગણગૌરની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવજીના લગ્નનો વરઘોડો વાજતે ગાજતે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી કાઢવામાં આવ્યો હતો

ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિના રોજ ગણગૌરપર્વ ઊજવવવામાં આવે છે. આને ઇસર ગૌરપણ કહેવાય છે. ઇસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. આમ તો આ રાજસ્થાનનો લોક તહેવાર છે પરંતુ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ છેલ્લા વર્ષોથી લોકો ગણગૌરની ધામધુમથી ઉજવણી કરે છે જેમાં ખાસ કરીને માહેશ્વરી સમાજ જોડાતો હોય છે જો મોરબી શહેરની વાત કરીએ તો મોરબીમાં માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌરપર્વની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને એવી કહેવાય છે કે, ગણગૌર વ્રત કુંવારી છોકરીઓને મનવાંછિત પતિ અને વિવાહિત મહિલાઓ પતિની સુખ-સમૃદ્ધિ માટે રાખે છે આ વર્ષે મોરબી મોરબી માહેશ્વરી સમાજની મહિલા પાંખના પ્રમુખ મધુબેન સુખાણી અને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયાની આગેવાનીમાં આ વર્ષે ગણગૌરપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં શનાળા રોડ ઉપર રહેતા લાલતિભાઈ કચોરીયાના ઘરેથી શિવજીના લગ્નનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો અને મોરબીના શનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર થઈને મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ સતવારા સમાજની વાડી પાસે વરઘોડો પૂરો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ શિવજીના લગ્નની વિધિ કરવામાં આવી હતી અને ત્યારે મહિલાઓ દ્વારા જુદાજુદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું






Latest News