ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે ઓફિસ પાછળથી જુદાજુદા વાહનોમાંથી ૧૩ બેટરીની ચોરી


SHARE











ટંકારાના લજાઈ ગામે ઓફિસ પાછળથી જુદાજુદા વાહનોમાંથી ૧૩ બેટરીની ચોરી

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ઓફિસની પાછળના ભાગમાં રાખવા આવેલા વાહનોમાંથી નાના મોટી ૧૩ બેટરીઓની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને બાવન હજાર રૂપિયાની કિંમતની બેટરીઓની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા પંકજભાઈ દયારામભાઈ મસોત જાતે પટેલ (૪૦)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યૂ છે કે ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ ફરિયાદીની ઓફિસની પાછળના ભાગમાં અલગ અલગ વાહનો રાખવામાં આવ્યા હતા જેમાં નાની મોટી બેટરીઓ હતી અને તે કુલ મળીને ૧૩ બેટરીઓની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને એક બેટરીના ૪૦૦૦ રૂપિયા લેખે કુલ મળીને ૫૨,૦૦૦ રૂપિયાની કિંમતની જુદા જુદા વાહનોમાંથી બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા પોતાની જાતે શોધખોળ કરવામાં આવી હતી તેમ છતાં પણ બેટરીઓ ન મળતા પંકજભાઈ મસોત દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી
 
મોરબીમાં આવેલ કલાલ શેરીમાં રહેતો ભટ્ટી મકબુલ હસનઅલી (૨૬) નામનો યુવાન નગર દરવાજા પાસે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
 
અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે રહેતા ગળચર સુરેશભાઈ નાજાભાઇ મોરબીમાં નગરપાલિકા પાછળ આવેલ સદભાવના હોસ્પિટલના ખુણા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ જેથી ઈજા પામેલા સુરેશભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News