મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં માવતરના ઘરે આવેલ પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં મૃતકના પતિ સામે ફરીયાદ


SHARE











માળીયા (મી)માં માવતરના ઘરે આવેલ પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં મૃતકના પતિ સામે ફરીયાદ

માળીયા મીયાણામાં આવેલ નવા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં માવતરના ઘરે આવેલ પરણીતાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને માળિયાની સરકારી હસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની માળિયા તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવી હતી હાલમાં મૃતક મહિલાના ભાઈએ તેના જમાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણાના નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં માવતરના ઘરે આવેલ મુમતાજબેન અસલમભાઈ મોવર (૩૧) રહે. ધાંગધ્રા વાળીએ તા. ૧૧/૩ ના રોજ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે તેને સવારે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ૧૦ માસનો હતો આ બનાવમાં હાલમાં માળિયા મીયાણામાં નવા રેલવે સ્ટેશન પાસે રહેતા શાહિદભાઈ ઇસ્માઈલભાઈ કટિયા જાતે મિયાણા (૩૦) એ તેના જમાઈ અસલમભાઈ હબીબભાઈ મોવર રહે ધાંગધ્રા વાળાની સામે તેની બહેનને મરવા માટે મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે તેની બહેનને તેના પતિ અવારનવાર ઘરકામ બાબતે મેણા ટોણા  મારી ખોટી શંકા વહેમ રાખતા હતા અને અવારનવાર ફોન ઉપર માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને તેણે માવતરના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની એક બોટલ

મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર ૧ માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે અસગરભાઈ અબ્દુલભાઈ ચાનીયા જાતે સંધિ (૪૭) રહે કબીર ટેકરી શેરી નંબર ૮ રોયલ ટાઇલ્સ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News