મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

માળીયા(મીં) ના હરીપર આંકડીયા રણ વિસ્તારમાં મતદાન જાગૃતિનો કલેકટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો


SHARE











માળીયા(મીં) ના હરીપર આંકડીયા રણ વિસ્તારમાં મતદાન જાગૃતિનો કલેકટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને કોઈપણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી, આયોજનો તેમજ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પછાત અને છેવાડાના વિસ્તારમાં લોકો જે મતદાન બાબતે જાગૃત નથી તે લોકોને જાગૃત કરવાના હેતુથી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે માળીયા મિયાણામાં અનેક અગરિયાઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે માળીયા (મીંયાણા) તાલુકાના હરીપર આંકડિયા રણ વિસ્તારમાં અગરિયા લોકોને મતદાન બાબતે જાગૃત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે કલેકટરે આગામી ૭ મેના રોજ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને જરૂરથી મતદાન કરવા અપીલ કરી હતી અને સર્વે ઉપસ્થિતો લોકોએ હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબુત બનાવીશતેવા શપથ લીધા હતા.






Latest News