મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આવશ્યક સેવા કર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા પૂરી પાડવા બાબતે બેઠક યોજાઈ


SHARE











મોરબીમાં આવશ્યક સેવા કર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા પૂરી પાડવા બાબતે બેઠક યોજાઈ

મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં કાર્યરત વિવિધ આવશ્યક સેવાઓના કર્મચારીઓ મતદાનના હકથી વંચિત ન રહે અને તેઓ આવશ્યક સેવાઓ સાથે મતદાન પણ કરી શકે તે બાબતે વિવિધ આવશ્યક સેવાઓના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

તાજેતરમાં ઈલેક્શન કમિશન દ્વારા વિવિધ આવશ્યક સેવાઓના કર્મચારીઓ (Absentee Voters on Essential Service(AVES))ને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા પ્રાપ્ત થાય તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ફોર્મ- ૧૨ d સહિત વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વીજળી વિભાગ, બીએસએનએલ, રેલવે, આરોગ્ય વિભાગ, રાજ્ય પરિવહન નિગમ, અગ્નિશમન સેવાઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓ સહિતની ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઇમરજન્સી સેવા સાથે મતદાન પણ કરી શકે તે માટે આ આવશ્યક સેવાઓના કર્મચારીઓના ફોર્મ-૧૨ d ભરવા સહિતની વિવિધ કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. ત્યારે એસ.જે. ખાચર દ્વારા તમામ અધિકારીઓને ફોર્મ- ૧૨ d ભરવા, ભરીને સબંધિત આર.ઓ. ને કેવી રીતે પહોંચાડવું તેમજ આગળની તમામ પ્રક્રિયા અંગે માહિતી આપી વાકેફ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આવશ્યક સેવાઓના કર્મચારીઓ માંથી કોઈપણ મતદાન વિહોણું ન રહે તે બાબતે ખાસ તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં વીજળી વિભાગ, બીએસએનએલ, રેલવે, આરોગ્ય વિભાગ, રાજ્ય પરિવહન નિગમ, અગ્નિશમન સેવાઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓ સહિત આવશ્યક સેવાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News