મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજ ખાતે એનસીસી કેડેટનો વિદાઈ સમારોહ યોજાયો


SHARE







મોરબીની મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજ ખાતે એનસીસી કેડેટનો વિદાઈ સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહ જી સાયન્સ કૉલેજ ખાતે સીનીયર ડિવિઝન એનસીસી કેડેટ કે જેઓ એ સર્ટીફીકેટની પરીક્ષા પૂર્ણ કરી હતી તેમનો ખૂબ જ દબદબા ભેર વિદાઈ સમારંભ યોજવામાં આવેલ હતો. જેમાં નવાનિયુક્ત સીનીયર અન્ડર ઓફિસર આયુષ ડાભી તેમજ એંકર ધૃમિ દવે તથા સંબિતા ચૌધરી તેમજ તમામ પ્રથમ દ્વિતીય વર્ષના કેડેટોએ ખૂબજ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ભૂતપૂર્વ NCC ઓફિસર  કેપ્ટન શર્મા તેમજ ત્રણેય કૉલેજના પ્રિન્સિપાલ તથા સાયન્સ કોલેજના તમામ પ્રોફેસર હાજર હતા. નવા નિયુક્ત પામેલ NCC ઓફિસર  ચૌધરી તેમજ આ કૉલેજના પ્રિન્સિપાલ માંડવીયાએ જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમનું તમામ  સંચાલન  વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમના અંતે વિદાઈ પામતા કેડેટમાં SUO જય હડિયલ, UO સંધ્યા સોલંકી, સાગરગિરિ ગોસાઈ, ગૌતમ રાઠોડહેતલ રાઠોડ, કૃપાલી સંચાનીયા, કોમલ ઝીંઝુવાડિયા, સંજના શેખાણી, અભિષેક જડફા, પાથર દિવ્યેશ તથા બ્રીજરાજસિંહ તમામે NCC તથા તેમના રાષ્ટ્રીય સ્તર કેમ્પના અનુભવો જણાવ્યા હતા ત્યારે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી રજનીભાઈ મહેતા તેમજ દેવાંગભાઈ દોશીએ સહુને શુભેચ્છા પાઠવેલ હતી






Latest News