મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડીએ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકી: ત્રણ ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબીમાં ત્રાજપર ચોકડીએ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકી: ત્રણ ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીમાં આવેલ ત્રાજપર ચોકડીએ ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે તે બ્રિજ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કાર ઉપરથી સીધી જ નીચેના ભાગમાં સર્વિસ રોડ ઉપર ખાબકી હતી અને કારમાં બેઠેલા ચાર પૈકીના ત્રણ વ્યક્તિઓને ઈજા થતાં તેને ૧૦૮ મારફતે સારવારમાં લઈ જવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારવામાં આવેલ ત્રાજપર ચોકડી પાસે ઓવરબ્રિજ ઉપર ઓવર સ્પીડમાં હ્યુન્ડાઇ આઈ-૨૦ ગાડી પસાર થઈ રહી હતી જેના નંબર જીજે ૧૧ સીડી ૩૪૬૦ હોવાનું સામે આવેલ છે અને આ કાર બ્રિજની રેલિંગ તોડીને સીધી જ નીચેના ભાગમાં સર્વિસ રોડ ઉપર પડી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને તે બનાવમાં કારમાં બેઠેલા ચાર પૈકીના ત્રણ વ્યક્તિઓને ઈજા થતાં તેને ૧૦૮ મારફતે સારવારમાં લઈ જવામાં આવેલ છે વધુમાં લોકોના કહેવા મુજબ કાર ચાલકે ગાડીને સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર બ્રિજની રેલિંગ તોડીની સીધી જ નીચે પડી હતી સદનસીબે ત્યારે નીચેના ભાગમાં કોઈ હતું નહીં જેથી કરીને જીવલેણ અકસ્માત થયો નથી 






Latest News