મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ


SHARE







મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ

આગામી ૨૪ માર્ચના રોજ હોળી તથા ૨૫ માર્ચના રોજ ધૂળેટી તહેવાર આવતો હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહી તેમજ અસામાજિક પ્રવૃતી અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર માટે તા. ૨૪ અને ૨૫ ના રોજ કોઇપણ ઇસમ અથવા ઇસમોને જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર),  રંગ મિશ્રિત પાણી, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા, કાદવ, કેમિકલ યુક્ત રંગો અથવા તૈલી પદાર્થ કે તૈલી વસ્તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો કે વાહન ઉપર ફેંકવા પર તથા તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર કે પોતાના હાથમાં રાખવા પર, કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈ પણ પ્રવૃતિ કરવા પર તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.






Latest News