મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મેઘપર ગામે કુમારિકા સ્વાસ્થ્ય શિબિર-નિઃશુલ્ક હિમોગ્લોબીન પરીક્ષણ કરાયું


SHARE











માળીયા (મી)ના મેઘપર ગામે કુમારિકા સ્વાસ્થ્ય શિબિર-નિઃશુલ્ક હિમોગ્લોબીન પરીક્ષણ કરાયું

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસ. દ્વારા મેઘપર (આહિર,તા માળિયા) શ્રી નિકેતન સમન્વય કન્યા છાત્રાલયની કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુમારિકાઓને  નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં  આવી હતી. આ સ્વાસ્થ શિબિરમા છાત્રાલય તેમજ ગામની ૧૧૦ બાળાઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું  આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક વિનોદભાઈ મકવાણા તથા સચિવ હિંમતભાઈ મારવણિયા ઉપસ્થિત રહયા હતા. ગૃહમાતા ઉમાબહેન તથા મેઘપર ગામના કાર્યકર્તા નરસંગભાઈ મંઢ તથા કાળુભાઇ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા મોરબી આઈએમએ તથા  ડો. વિરલ લહેરુ પેથોલોજી લેબ વાળાએ બાળાઓની નિ: શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ હતો આ કાર્યક્રમની અંતમાં સમન્વય કન્યા છાત્રાલય મેઘપર (આહિર) દ્વારા  પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો.કાર્યક્મ સંયોજક વિનોદભાઈએ કાર્યક્રમનુ સંચાલન તથા આભાર વિધિ કરવામાં આવી હતી.






Latest News