ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠેલ પરિણીતા ઉપર તેના પતિ સહિત ચાર શખ્સોનો કુહાડી-ધોકા વડે હુમલો


SHARE







મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠેલ પરિણીતા ઉપર તેના પતિ સહિત ચાર શખ્સોનો કુહાડી-ધોકા વડે હુમલો

મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠલ પરિણીતા તેના સાસરાના ઘર પાસેથી નીકળી ત્યારે તેનો દીકરો શેરીમાં રમતો હતો ત્યારે મહિલાએ તેને તેડયો હતો જે બાબતનો ખાર રાખીને મહિલાના પતિ સહિતના ચાર શખ્સોએ પરિણીતાના ઘરે જઈને તેને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ ધોકા વડે માર માર્યો હતો તેમજ મહિલાના ભાઈને કુહાડી મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ દેવજીભાઇ પરસોતમભાઇ હડીયલની દીકરી જોશનાબેન ગુણવંતભાઇ ચાવડા જાતે દલવાડી (ઉ.૨૮)એ હાલમાં તેના પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડા, ભુરાભાઇ દાનાભાઇ ચાવડા, જયેશભાઇ ચાવડા અને હરેશભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી તાલુકાના પાનેલી ગામમાં નવાપરામાં તેઓ અને તેના ભાઈ સહિતના પરિવારજનો ઘરે હતા ત્યારે તેના પરિ સહિતનાએ આવીને તેઓને ગાળો આપી હતી ને કુહાડી તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તેઓ તથા રમાબેન પોતાના ઘર તરફ ચાલીને જતા હતા ત્યા રસ્તામાં તેના સસરાનુ મકાન આવે છે ત્યાં તેનો દિકરો રમતો હતો જેથી તેમણે તેને તેડયો હતો જે બાબતનો ખાર રાખીને તેને પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડા સહિતના તમામ આરોપીઓ તેના પિતાના ઘર પાસે આવ્યા હતા અને તેઓને ગાળો આપી તેમજ તેના પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડાએ ઢીકા પાટુનો માર માર્યો હતો ત્યારે જયેશભાઇ ચાવડા અને હરેશભાઇ ચાવડાએ તેઓને પકડી રાખતા તેમનો ભાઈ મુકેશભાઇ વચ્ચે પડ્યો હતો અને ત્યારે આરોપી ભુરાભાઇ દાનાભાઇ ચાવડાએ કુહાડીનો ઘા પેટના ભાગે માર્યો હતો અને રમાબેન વચ્ચે આવતા તેને લાકડાના ધોકાથી માર માર્યો હતો અને પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે હાલમાં ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને તેના પતિ સહિત ચાર શખ્સોને પકડવા માટે આગળની કાર્યવાહી કરી હતી 






Latest News