મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ સામેથી ૪.૯૦ લાખના ડમ્પરની ચોરી


SHARE







મોરબીના ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ સામેથી ૪.૯૦ લાખના ડમ્પરની ચોરી

મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડીના પાટીયા પાસે આનંદ હોટલ નજીક કલ્યાણ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ સામે ખુલ્લા પાર્કીંગમાં ડમ્પર પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીની ફરિયાદ લઈને વાહનને શોધવા માટે અને ચોરને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ધર્મસીધી સોસાયટીમાં ચબુતરાના પાછળના ભાગે રહેતા મુળ જામનગર જિલ્લાના ટ્રાન્સપોર્ટ અનીલભાઇ દાનાભાઇ વસરા જાતે આહીર (ઉ-૩૫)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત ૩૦/૦૯/૨૦૨૧ ના રાત્રીના બાર વાગ્યાથી વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડીના પાટીયા પાસે આનંદ હોટલ નજીક કલ્યાણ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ સામે ખુલ્લા પાર્કીંગમાં તેની માલીકીનું ટાટા કંપનીનુ દસ વીલ વાળુ  ડમ્પર સફેદ કલરનો મોરો તથા બ્લુ કલરના ઠાઠા વાળુ જેના રજીસ્ટ્રેશન નંબર જીજે 3 એએક્સ ૫૧૪૯ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયેલ છે જેથી કરીને રૂપીયા ૪,૯૦,૦૦૦ લાખની કિંમતના ડમ્પરની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં ટ્રાન્સપોર્ટ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News