મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદ નજીક રોડ ક્રોસ કરતાં રાહદારીને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત


SHARE























હળવદ નજીક રોડ ક્રોસ કરતાં રાહદારીને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત

હળવદ માળીયા હાઈવે રોડ ઉપર પરીક્ષીત કારખાના સામેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા કાર ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને રાહદારીને ઇજા થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતકના બનેવીએ અજાણ્યા કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના દેવળીયા રહેતા ભરતભાઈ મગનભાઈ અઘારા જાતે પટેલ (ઉ.૩૭) એ હાલમાં અજાણ્યો ફોરવ્હીલ ગાડીના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ માળીયા હાઈવે રોડ ઉપર પરીક્ષીત કારખાનાની સામે માળીયા તરફથી આવતી ગાડીના ચાલકે ફરિયાદીના સાળા શીવુભા રતુભા પરમાર કે જે પગે ચાલી રોડ ક્રોસ કરી રહ્યા હતા તેને હડફેટે લીધા હતા જેથી કરીને શીવુભા રતુભા પરમારને માથાના પાછળના ભાગે, કપાળે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું મોત નિપજાવ્યૂ હતું અને ફોરવ્હીલ કાર ચાલક ત્યાથી નાસી ગયો હતો જેથી કરીને મૃતકના બનેવીની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 










Latest News