ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશને ૩૫ પાડાને કતલખાને લઈ જનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશને ૩૫ પાડાને કતલખાને લઈ જનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો

કચ્છથી અમદાવાદ કતલખાને અબોલ જીવને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેના આધારે ગૌ રક્ષકો દ્વારા ક્રૂરતાપૂર્વક વાહનમાં બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહેલા ૩૫ પાડાને અણિયારી ટોલનાકે વાહન અટકાવી બચાવ્યા હતા ત્યાર બાદ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબોલ જીવને કતલખાને લઈ જનારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ પાટડીયા જાતે સોનીએ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ઇમ્તીયાઝ અજીજભાઇ મેમણ જાતે મુસ્લીમ (૪૪) ધંધો ડ્રાઇવીંગ રહે. દાણી લીમડા સંતોષનગર ગરીબ યોજના વંડાના મકાનમા અમદાવાદ તથા કાદરભાઇ હુસેનભાઇ કુરેશી જાતે મુસ્લીમ (૪૪) ધંધો મજુરી રહે. દાણીલીમડા સરકારી ગોડાઉનની પાછળ નાગોરી ચાલ અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, કચ્છથી આઇસર નંબર જીજે ૧૮ બીટી ૬૨૫૮ માં અમદાવાદ કતલખાને અબોલ જીવને લઈ જવાના છે તેવી માહિતી મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીનાં ભાઈઓને મળી હતી જેથી અણીયારી ટોલનાકે વોચ રાખવામાં આવી હતી. અને ત્યાંથી આઇસર વાહન નીકળતા તેને રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાં ૩૫ પાડા ક્રૂરતાપૂર્વક રાખવામાં આવ્યા હતા. આ પાડા કચ્છ હુસેનતા શેખના વાડામાંથી ભરેલા જોવાનું વાહનમાં બેઠેલા બે શખ્સોએ જણાવ્યુ હતું જેથી કરીને પોલીસે ૭૦૦૦૦ ની કિંમતના પાડા અને બે લાખનું વાહન આમ કુલ મળીને ૨.૭૦ લાખના મુદામાલને કબજે કરેલ છે અને બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News