મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના  સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરીને યુવાનને મૃતદેહને સિવિલે પીએમ માટે ખસેડાયો હતો અને હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં સંદિપ રૂગનાથભાઇ જેઠલોજા (ઉ.૩૮) રહે. નવી પીપળી વાળાએ કોઈ કારણોસર ગઇકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાની ઓફીસમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ભીમસર નજીક આવેલા ત્રણ માળીયામાં રહેતો વિપુલભાઈ રાજુભાઈ સોલંકી (૨૩) અને કિશોરભાઈ ભીમાભાઇ સોલંકી (૨૨) રહે.ભારતનગર સામેકાંઠે મોરબી-૨ વાળાઓને માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના બાયપાસ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા મુકેશભાઈ અશોકભાઈ દેલવાડીયા નામના ૨૨ વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલે ખસેડાયો હતો. તે રીતે જ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર ગામે થયેલ મારામારીના બનાવમાં જ્યોતિબેન ચમનભાઈ પરમાર નામના ૪૨ વર્ષીય મહીલાને સારવારમાં ખસેડાયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યોતિબેનને તેઓના પતિએ માર માર્યો હતો જેથી તેમને સારવાર માટે ખસેડાયા છે.




Latest News