મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં એકનું મોત, એક રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં એકનું મોત, એક રાજકોટ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં વાંકાનેરના એક વિપ્ર યુવાનનું મોત નિપજયું છે.જયારે એક યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઉવે ઉપર મકનસર ગામની પાસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવવામાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા ઋત્વિક દેવેન્દ્રભાઈ પંડ્યા નામના ૨૧ વર્ષીય યુવાનને ૧૦૮ વડે મૃત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા મહેન્દ્ર પ્રવીણભાઈ મકવાણા નામના ૨૩ વર્ષીય યુવાનને ગંભીર હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.વી.ડાંગરને આગળની તપાસ સોંપવામાં આવી હોવાનું હાલ તાલુકા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

શંકાસ્પદ બાઇક સાથે એક ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન યમુનાનગર બાજુથી આવી રહેલા અને નવલખી ફાટક પાસેથી પસાર થતા મયુર બટુકભાઇ ખાખી જાતે કંસારા હાલ રહે.મોરબી યમુનાનગર નવલખી રોડ મૂળ રહે.મોટા દહીંસરા વાળાને અટકાવ્યો હતો અને તેની પાસે રહેલ બાઇક નંબર જીજે ૩ બીબી ૩૮૩૯ કિંમત રૂપિયા દશ હજારના કાગળ સહિતના આધાર પુરાવાઓ માગ્યા હતા જોકે મયુર કંસારા પાસે તેની પાસે રહેલ બાઇકના કોઈ આધારપુરાવા ન હોય હાલમાં શક પડતી મિલકત ગણીને કલમ ૪૧(૧)ડી હેઠળ બાઈક જપ્ત કરીને મયુરની અટકાયત કરીને બાઈક અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનો પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના રાતાભેર ગામે બનાભાઈ હઢીભાઈની વાડીએ ઝેરી જનાવર કરડી જવાથી કૈલાષબેન લાલાભાઇ નાયક નામની ૩૦ વર્ષીય મહિલાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબીના સ્વામીના મંદિર પાસે સંઘવી સદનમાં રહેતા કલ્પેશ નરોત્તમભાઈ રામાનુજ નામના ૩૯ વર્ષીય યુવાન કબીર આશ્રમ પાસેથી બાઈકમાં જતો હતો તે દરમિયાન બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા કલ્પેશ રામાનુજને આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.




Latest News