મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમા ઝુલતા પુલ નીચે નદીમાં ડૂબી જવાથી ટંકરાના યુવાનનું મોત


SHARE







મોરબીમા ઝુલતા પુલ નીચે નદીમાં ડૂબી જવાથી ટંકરાના યુવાનનું મોત

મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઝુલતા પુલ નીચે ગઇકાલે ટંકારાનો યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાના લીધે આ યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડીને બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા દ્રારકાધીશ જીનની બાજુમાં રહેતો રઘુભાઇ ગોરધનભાઇ કુંઢીયા (ઉ.૩૫) ગઇકાલે મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઝુલતા પુલ નીચે પાણીના કોઝવેમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાના લીધે આ યુવાનનું મોત નીપજયું હતું અને તેની બોડીને તરવૈયાઓની મદદથી પાણીમાંથી બાહર કાઢવામાં આવી હતી અને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને તે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરવામાં આવતા બી ડીવીજન પોલીસ મથકના ફિરોજભાઇ સુમરાએ બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરતા ખુલ્યુ હતું કે મૃતક યુવાન તેના કૌટુંબિક સગાની સાથે ટંકારાથી કપડાની ખરીદી કરવા માટે મોરબી આવ્યો હતો અને તેઓ મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયા હતા તે દરમિયાનમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે જેને પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

નકલી ચલણી નોટ
 
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેન્કના એટીએમમાં કોઈ ખાતેદાર રૂા.બે હજારના દરની ચલણી નોટ ધાબડી ગયો હોવાનું સામે આવ્યું છે.
મોરબી એ ડીવીજન પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એયુ સ્મોલ ફાયનાન્સ બેંકના એટીએમ મશીનમાં કોઈ ખાતેદાર રૂપિયા બે હજારના દરની બનાવટી ચલણી નોટ જમા કરાવી ગયેલ હોય તે અંગે બ્રાન્ચ મેનેજર ભાવિન દિનેશ મેહતલીયા જૈન વાણીયા (૩૭) રહે.રવાપર રોડ રામેશ્વર સોસાયટીએ આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ હાલમાં પીએસઆઇ વી.આર.શુકલએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.



Latest News