મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે સાયન્સ ફેર યોજાયો


SHARE







મોરબી નવયુગ વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે સાયન્સ ફેર યોજાયો

મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલય ખાતે "રાષ્ટ્રીય વિજ્ઞાન દિન" નિમિતે બાળક સ્વાનુભવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે એ હેતુથી સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ૧૧૦ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને તેનું ભવિષ્ય પ્રદર્શન યોજેલ હતું. જેમા ટેકનોલોજીગત, સૌરમંડળ દર્શન, પ્રાકૃતિક ઊર્જા, આંકડાજ્ઞાન, સેન્સર ટેકનોલોજી જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ સાયન્સ ફેર સવારના ૯ થી ૪:૩૦ વાગ્યા સુધી ચાલુ રાખવામા આવ્યું હતું જેનો લાભ વિધાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ બહોળી સંખ્યામાં લીધો હતો. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા  દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ વિજ્ઞાન મેળાને પ્રદર્શન માટે ખુલ્લો મૂક્યો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેની સાથે સાથે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી મોતા તથા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના દીપેનભાઈ ભટ્ટે પણ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.






Latest News