મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના સર્કલ ઓફીસર ઉપર હુમલો-ફરજ રૂકાવટના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ છુટકારો


SHARE











વાંકાનેરના સર્કલ ઓફીસર ઉપર હુમલો-ફરજ રૂકાવટના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ છુટકારો

વાંકાનેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફીસરની ઉપર હુમલો તથા ફરજ રુકાવટની ફરિયાદ કરવામાં આવી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં તેમાં શીવ શકિત રોડવેઝના માલીકોનો નીર્દોષ છુટકારો થયેલ છે

વાંકાનેર તાલુકા પોલીસને તા ૧૫/૫/૨૦૧૯ ના રોજ ફરીયાદી વાંકાનેરના સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા તા. ૩૦/૦૧/૨૦૧૯ ની ફરીયાદ અનુંસંધાને સ્થળ તપાસ કરવા જતા માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી આરોપીઓ ગેરકાયદે ખનીજનું ખનન કરવામાં આવતુ હોય તે કામગીરી અટકાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જતા આ તમામ આરોપીઓએ એકસંપ થઈ સરકારી કર્મચારી પર હુમલો કરી લાકડી વતી માર મારીને સરકારી ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવેલ હતી જેથી આરોપીઓ મુન્નાભાઈ જીવભા ઝાલા, બલભદુસીંહ જીવુભા ઝાલા અને ઘેલુભા જીવુભા ઝાલાનાઓની ધરપકડ કરી હતી આ કેસ વાંકાનેરના જયુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયાની તમામ દલીલો ધ્યાને રાખીને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.




Latest News