સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી) ના મોટા દહિસરા ગામે વ્યાજે રૂપિયા લેનારા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરીને માર માર્યો


SHARE











માળીયા (મી) ના મોટા દહિસરા ગામે વ્યાજે રૂપિયા લેનારા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરીને માર માર્યો

માળીયા તાલુકાના મોટા દહિસરા ગામે રહેતા અને મજૂરી કામ કરતા યુવાને એકાદ વર્ષ પહેલાં રૂપિયાની જરૂર હતી જેથી કરીને દસ હજાર રૂપિયા લીધા હતા જેની સામે દર મહિને ૧૫૦૦ રૂપિયા વ્યાજ આપવાનું હતું અને તે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા પ્રકાશ કુંવરજીભાઈ ભવાન (૨૫) નામના યુવાનને રાત્રિના સમયે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં તેના ઘરે આવેલા કચ્છના જંગી ગામના રહેવાસી સુરેશ સોની સહિતના ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી કરીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ રહી હતી વધુમાં ભોગ બનેલા યુવાનના પિતા કુવરજીભાઈ સાથે વાત કરતા તે જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા સુરેશ સોની નામના જંગી ગામના રહેવાસી પાસેથી ૧૦,૦૦૦ તેણે મહિને ૧૫૦૦ વ્યાજ આપવાનું તે રીતે રૂપિયા લીધા હતા જે ૧૦,૦૦૦ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા માટે થઈને રાતના સમયે સુરેશ સોની સહિતના ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા અને ત્યારે તેના દીકરાને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા.

ઇજા થતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડનગરમાં રહેતી નિસરતા રામાનંદ મનહર (૧૬)ને ધક્કાવાડી મેલડી માતા મંદિર પાસે બાઈક ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.

લિક્વિડ પી ગઈ

મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે આવેલ ઉપાસના એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૨ માં રહતી ઈતિશાબેન કરસનભાઈ ગોરીયા (૧૭) નામની સગીરા કોઈ કારણોસર પોતાના ઘરે ઘરમાં પોતા કરવાનું લિક્વિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.






Latest News