ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામનો બનાવ : સુરતથી માતાજીના માંડવામાં આવ્યા બાદ અત્રે દવા પી લેતા યુવાન સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના ખાખરાળા ગામનો બનાવ : સુરતથી માતાજીના માંડવામાં આવ્યા બાદ અત્રે દવા પી લેતા યુવાન સારવારમાં ખસેડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખાખરાળા ગામે યુવાન દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો છે અને હાલ યુવાન બેભાન હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે યુવાન પરિવાર સાથે સુરત ખાતે રહે છે અને હાલ અત્રે કાકાને ત્યાં માતાજીના માંડવા પ્રસંગમાં તે ખાખરાળા ગામે આવ્યો હતો અને દરમિયાનમાં કોઈ કારણોસર દવા પી જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોક્ત બાબતે વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખાખરાળા ગામે સંકેતભાઈ કિશોરભાઈ વણોલ (ઉંમર ૨૨) મૂળ રહે.ખાખરાળા હાલ રહે.સુરત વાળો કોઈ અગમ્ય કારણોસર કોઈ દવા પી ગયો હતો.જેથી તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની હોસ્પિટલ તરફથી જાણ થતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી છે.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે સંકેત વણોલ ખાખરાળા ગામનો છે અને હાલ પરિવાર સાથે સુરત ખાતે તેઓ રહે છે દરમિયાનમાં તેના કાકા અહીં ખાખરાળા ગામે રહેતા હોય અને માતાજીના માંડવાનો પ્રસંગ હોય તે સુરતથી ખાખરાળા ગામે આવ્યો હતો અને ગત તા.૨૪-૨ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તે કોઈ કારણોસર કોઈ ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે હાલ તે બેભાન હાલતમાં સારવાર હેઠળ હોય તેના ભાનમાં આવ્યા બાદ બનાવનાર કારણ અંગે આગળની વિગતો સામે આવશે તેમ હાલ પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા નાગજીભાઈ કાળુભાઈ દેવીપુજક નામના ૩૬ વર્ષના યુવાનને તેના ઘર પાસે કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અહીં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરી તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં મહિલા ઇજાગ્રત

મોરબીના સનાળા રોડ ઉપર જયદીપ હાઉસ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં જાહિદાબેન હનીફભાઈ પઠાણ (૨૮) રહે.વવાણીયા તાલુકો માળીયા મીંયાણાને ઇજા થવાથી સરકારી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના પતિ સાથે બાઈકમાં બેસીને દવા લેવા માટે માળિયા ખાતેથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માસુમ હોસ્પિટલે આવ્યા હતા અને અહીંથી તેઓ જઈ રહ્યા હતા ત્યારે જયદીપ હાઉસ પાસે કોઈ એકટીવા ચાલક દ્વારા તેમના બાઇક સાથે અથડામણ કરવામાં આવતા તેઓને અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર પૌત્રના બાઈક પાછળ બેસીને જતા સમયે બાઇક સ્સીપ થતા બાઇકમાંથી નિચે પડી જતા સુમેઇબેન કાસમભાઈ મુસાણી (ઉમર ૭૩) રહે.જુના રેલ્વે સ્ટેશન પાછળ માળીયા મિયાણા વાળાઓને ઇજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે અહિંની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.






Latest News