મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ડોકટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે લેબોરેટરીનો શુભારંભ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીભાઈ સરળવાએ ૪૭ ની વાર કર્યું રક્તદાન


SHARE











મોરબીના ડોકટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે લેબોરેટરીનો શુભારંભ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીભાઈ સરળવાએ ૪૭ ની વાર કર્યું રક્તદાન
 
રાજકોટ ખાતે એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પુર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરક ઉપસ્થિતમાં લેબોરેટરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.
 
આજના આ આધુનિક યુગમાં અનેક રોગોથી માનવ જીવ હેરાન પરેશાન થતો હોય છે, ત્યારે રોગોના મૂળ સુધી પહોંચવા એના કારણ સુધી પહોંચવા માટે યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ દ્વારા શરીરમાં રહેલી ખામીઓને જાણવા માટે પેથોલોજી લેબોરેટરીની આવશ્યકતા હોય છે, લોકોની આ જરૂરિયાતને પહોંચી વળવા મોરબીની બે ડોકટર દિકરીઓ ડો.પ્રેક્ષા અઘારા વડસોલા અને ડો.પૂર્વી અઘારા વિરોજાએ અતિ આધુનિક મશનરી સાથે ઝડપી રિપોર્ટની સુવિધા, લોહીની તપાસના તમામ પ્રકારના રિપોર્ટ જેવા કે લોહીના ટકા (H.B.) તથા કણોની તપાસ કોલેસ્ટ્રોલ તથા પ્રોટીન, ડાયાબીટીસ, થાઇરોઇડ તથા અન્ય હોર્મોનની તપાસ, વિટામિન પેનલ, યુરિન તથા સ્ટુલના રિપોર્ટ, બાયોપ્સી અને સાયટોલોજી રિપોર્ટ, લીવર, કિડનીના વિગેરે રિપોર્ટ માટે હોમ કલેકશનની સુવિધા, વોટ્સએપ દ્વારા ઘરે બેઠા રિપોર્ટ મેળવવાની સુવિધાઓ સાથે રાજકોટ ખાતે ફિલ્ડમાર્શલ રોડ, હિરાપન્ના કોમ્પ્લેક્ષ, મોટા મવા ખાતે મોહનભાઈ કુંડારિયા સાંસદ, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી, બ્રિજેશ મેરજા પૂર્વ મંત્રી, બાવનજીભાઈ મેતલિયા પૂર્વ ધારાસભ્ય, અરવિંદભાઈ વાંસદળીયા પ્રમુખ તાલુકા ભાજપ-મોરબી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો,આ પ્રસંગે સગા સંબંધી સ્નેહીજનોને લેબોરેટરીના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી  બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
 
રાજકોટ મુકામે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સત્વ ડાયગ્રોસ્ટીક લેબોરેટરીનું મોરબીની બે ડોકટર દીકરીઓ ડૉ.પ્રેક્ષા અઘારા વડસોલા અને ડૉ.પૂર્વી અઘારા વિરોજા દ્વારા અતિ આધુનિક લેબોરેટરીના શુભારંભ પ્રસંગે તેમના આમંત્રણને માન આપી તેમને પ્રોત્સાહિત કરવા તેમજ રક્તદાન એ જ મહાદાન યુક્તિને સાર્થક કરવા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વી.સરડવા એ બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી ગુજરાત સરકારની હાજરીમાં ૪૭ મી વાર રક્તદાન કર્યુ હતુ.આ ચકે તેઓએ જણાવ્યું હતુ કે હું નિયમિત રક્તદાન કરું છું મને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થતી નથી.જેથી સમાજમાં રહેતા અમૂલ્ય લોકોની જિંદગી બચાવવા દરેક નવયુવાનોએ રક્તદાન કરવું જોઈએ એવું મારું અંગત માનવું છે.





Latest News