મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના એન્યુઅલ ફંકશન ઉડાન ની ધમાકેદાર ઉજવણી કરાઇ


SHARE







મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના એન્યુઅલ ફંકશન ઉડાન ની ધમાકેદાર ઉજવણી કરાઇ

મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એન્યુઅલ ફંકશન "ઉડાન" નું આયોજન રાધે પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું અને ત્યારે બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ પ્રોફેસર, બેસ્ટ એજ્યુકેશન, છેલ્લા ચાર વર્ષના ૭ ગોલ્ડમેડાલીસ્ટ સ્ટુડન્ટ્સ તેમજ NCC નેશનલ કેમ્પ કરેલા કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફંકશનની શોભા વધારતા વિવિધ થીમ જેવી કે મહાભારત, યોગા, હોરર, બોલીવુડ, ગરબા, દિકરીનો કરીયાવરમાં સ્ટુડન્ટ્સએ જાનદાર પર્ફોર્મન્સ થી ફંકશનને ચારચાંદ લગાવી દીધા હતા. પ્રોગામની પુર્ણાહુતી રાષ્ટ્રીય ગીત દ્વારા ભારતમાતાને વંદન કરીને કરાઈ હતી. આ એન્યુઅલ ફંકશનમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, જીલેશભાઈ કાલરીયા (મોરબી જિલ્લા કિશાન સંઘના પ્રમુખ), આ ઉપરાંત નિર્મલ સ્કુલના ટ્રસ્ટી નિલેશભાઈ કુંડારીયા, ઓમ વિદ્યાલયના ટ્રસ્ટી યોગેશભાઈ ધેંટીયા, રાંદલ વિદ્યાલયના ટ્રસ્ટી મનોજભાઈ ઓગાણજા, નવયુગના પાર્ટનરઓ, નવયુગના વિવિધ વિભાગના પ્રિન્સિપાલઓ અને સ્ટાફગણએ હાજરી આપીને ફંકશનની શોભા વધારી હતી. આ સમગ્ર ફંકશનને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ, વિવિધ કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફગણએ જહેમત ઉઠાવીને સફળ બનાવ્યું હતું.






Latest News