મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પકડાયેલ કોલસા ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ: વધુ એકનું નામ ખૂલ્યું


SHARE











મોરબી નજીકથી પકડાયેલ કોલસા ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ: વધુ એકનું નામ ખૂલ્યું

મોરબી નજીક ડમ્પરમાંથી કોલસાની ચોરી કરવામાં આવતી હતી ત્યારે પોલીસે રેડ કરી હતી અને લાખો રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો અને બે આરોપીને પકડ્યા હતા આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીને પકડેલ છે અને હાલમાં તે આરોપી રિમાન્ડ ઉપર છે

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ડમ્પરમાંથી ચોરી કરતાં હતા ત્યારે રેડ કરી હતી અને પોલીસે પોલીસે ટ્રક નંબર જીજે ૨૬ ટી ૯૯૯૪ નો ચાલક જીવરાજભાઇ વિઠ્ઠલભાઇ સાથલીયા કોળી (૩૦) ધંધો-ડ્રાઇવીંગ રહે.મોટા દહીંસરા તેમજ લોડર ચાલક રાકેશ સાવરા વસુનીયા જાતે આદીવાસી (૨૦) રહે. હાલ ભડીયાદ મુળ રહે. મધ્યપ્રદેશ વાળની જે તે સમયે ધરપકડ કરી હતી અને આ આરોપીઓએ ડેલાના સંચાલક નવઘણભાઇ જશાભાઇ બાલાસરા રહે. વાવડી રોડમોરબી વાળાના કહેવાથી ડમ્પરમાંથી કોલસો કાઢ્યો હોવાનું કબૂલાત આપી હતી

જેથી પોલીસે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે જે વ્યક્તિનું નામ સામે આવ્યું હતું તે નવઘણ જસાભાઈ બાલાસરા આહિર (૨૮) રહે.સતનામ સોસાયટી શેરી નંબર-૧ વાવડી રોડ મોરબીની મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બગડા તેમજ ડિ-સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્રારા તેને ત્રણ દિવસ માટે રિમાન્ડ ઉપર લેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.તે તા.૨૭ મી સુધી રિમાન્ડ ઉપર છે અને હાલ તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે નવઘણ બાલાસરાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ભાગીદાર તરીકે કોલસા ચોરીના આ નેટવર્કમાં કામકાજ કરતો હતો.જેથી તેને પકડવા માટે પણ પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

માળિયા મીંયાણા ખાતે રહેતા અસ્ફાક કાસમભાઇ માણેક (ઉંમર ૨૨) નામના યુવાનને માળિયા હાઇવે ઉપર માળિયા ગામ નજીક આવેલ વિશાલા હોટલ પાસે સર્વિસ રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસમાં જાણ કરી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉમિયા સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રેમ વિનોદભાઈ કડેવાર (૨૦) રહે.રાજકોટ તેમજ પટ્ટુ શાંતિલાલ કડેવાર (૨૨) રહે.કુબેર ટોકીઝ પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઇજા થતા તે બંનેને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવ બાદ પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા તપાસ માટે હોસ્પિટલે પહોંચ્યા હતા જોકે કોઈને પણ કંઈ જાણ કર્યા વિના ઉપરોક્ત બંને ઇજાગ્રસ્તો હોસ્પિટલમાંથી સારવાર લઈને ચાલ્યા ગયા હતા.






Latest News