મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બંધ રેલવે ફાટક પાસે ઉભેલ ટ્રક પાછો રળતાં ટાયરના જોટામાં આવી જવાથી વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરમાં બંધ રેલવે ફાટક પાસે ઉભેલ ટ્રક પાછો રળતાં ટાયરના જોટામાં આવી જવાથી વૃદ્ધનું મોત

વાંકાનેરના મિલ પ્લોટ રેલવે ફાટક બંધ હતું જેથી કરીને વાહનો ત્યાં ઊભા હતા અને ફાટક ખૂલ્યા બાદ આગળ ઉભેલો ટ્રક પાછો પડ્યો હતો જેથી કરીને પાછળના ભાગમાં બાઈક લઈને ઉભેલા વૃદ્ધના બાઈક સાથે ટ્રક અથડાયો હતો અને ટ્રકના પાછળના જોટામાં વૃદ્ધનો જમણો પગ આવી જવાના કારણે ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત નીપજયું હતું અને હાલમાં વૃદ્ધના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની મીલ કોલોની મિલ પ્લોટ અમરસિંહ મિલની બાજુમાં રહેતા અમિતભાઈ દિલીપભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (૨૯)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩ બીવાય ૫૩૫૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મિલ પ્લોટ રેલવે ફાટક બંધ હતું જેથી કરીને વાહનો ઊભા હતા અને ફાટક ખૂલતાની સાથે જ વાહનો ત્યાંથી નીકળવા જઇ રહ્યા હતા ત્યારે આગળના ભાગે ઉભેલો ટ્રક એકદમ પાછળની સાઈડમાં આવ્યો હતો ત્યારે ફરિયાદીના પિતા દિલીપભાઈ સુખદેવભાઈ પંડ્યા (૬૮) ના બાઈકને હડફેટે લીધું હતું અને ડ્રાઇવર સાઈડના જોટામાં ફરિયાદીના પિતાનો જમણો પગ આવી ગયો હતો જેથી કરીને ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માર માર્યો

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા સુનિલભાઈ લખધીરભાઈ પાલ (૩૫) નામના યુવાનને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે ગોકુલનગરમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા સુનિલભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી




Latest News