ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા નજીક કાર ચાલકે ડબલ સવારી બાઇક હડફેટ લેતા ઇજા પામેલા બંને યુવાન સારવારમાં


SHARE











ટંકારા નજીક કાર ચાલકે ડબલ સવારી બાઇક હડફેટ લેતા ઇજા પામેલા બંને યુવાન સારવારમાં

મોરબી ટંકારા હાઇવે રોડ ઉપર આવેલ દાદાવાડી હોટલ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં વોર્ડ નં-૫ માં આવેલ રાજનગર પાસે ખોડીયાર કોલોનીમાં રહેતા સનીભાઈ નિલેશભાઈ પરમાર જાતે કોળી (૨૩)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રેઝા ગાડી નંબર જીજે ૩૬ આર ૮૬૪૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ દાદાવાડી હોટલ પાસેથી ફરિયાદી અને તેની સાથે સાહેદ હર્ષદીપ બંને બાઈક નંબર જીજે ૧૦ બીકયું ૩૨૭૮ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળી ગાડી બેફિકરાઇથી ચલાવીને ફરિયાદીના બાઈકને હડફેટે લીધી હતી જેથી કરીને ફરિયાદી યુવાન તથા તેની સાથે બાઈક પર બેઠેલ હર્ષદીપને શરીરે ઇજાઓ થઈ હતી અને હર્ષદીપને ડાબા પગમાં ફેક્ચર જેવી ઇજા થયેલ છે જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ સનીભાઈ પરમારે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

કપડાં ધોવાનું લિક્વિડ પી ગયો

માળિયા તાલુકામાં આવતા ન્યુ નવલખી ખાતે રહેતો હુસેન સુભાનભાઈ મોવર (૧૮) નામનો યુવાન કોઈ કારણોસર ઘરે કપડાં ધોવાનું બ્લીચિંગ લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News