મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા પાસે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના રાતાવિરડા પાસે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતો યુવાન બાઇક લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતો બાદલ બાબરભાઈ ચૌહાણ (૪૬) નામનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાદલ ચૌહાણને ઇજાઓ થઈ હોવાથી તેને વાંકાનેરમાં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજના સમયે બાદલનું મોત નિપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ગત તા. ૧૯/૨/૨૪ ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવાડતા તે યુવાનનું મોત નીપજ્યું છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતો અરવિંદકુમાર બિહારીલાલ (૧૮) નામનો યુવાન બાઇક લઈને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર મીલ સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે રસ્તા ઉપર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અરવિંદકુમારને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

માર માર્યો

મોરબીના પીપળી રોડ ઉપર રહેતા સુજીત કિશોરભાઈ (૨૪) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News