મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષણના લાભાર્થે સમૂહલગ્ન યોજાયા: ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા


SHARE











મોરબીમાં શિક્ષણના લાભાર્થે સમૂહલગ્ન યોજાયા: ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૨૩ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે આ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ચલાવવામાં આવી રહી છે જેમાં આશરે ૨૫૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. કોરોના કાળમાં અને કોઈ આકસ્મિત ઘટનાઓમાં જે વિદ્યાર્થીઓના માતા-પિતાના અવસાન થયા છે તે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માં મળી રહે તે હેતુસર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૧૫ ગરીબ કન્યાઓના લગ્ન ધામધુમથી કરાવવામાં આવેલ છે અને કન્યાઓને દાતાના સહયોગથી સોનાની બુટ્ટી, સોનાનો નાથનો દાણો, ચાંદીના સાંકડા, કબાટ, સેટી, ગાદલા, ટીપોઈ, ખુરશી જોડી સહિતની આશરે ૭૦ થી વધુ ઘરવખરીની સામગ્રીઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી

આ લગ્નત્સવમાં આપનાર દાતાઓનું ટ્રસ્ટ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર, મંત્રી કેશવલાલ ચાવડા, ટ્રસ્ટી વલ્લભદાસ પરમારની અગવાનીમાં જીતેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ ચાવડા, અશોકભાઈ ચાવડા, હસમુખભાઈ સોલંકી, સંદીપભાઈ દેલવાડીયા, રાજેશભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ ગોહેલ, સુરેશભાઈ ચાવડા, નાનજીભાઈ રાઠોડ, રામજીભાઈ પરમાર, આકાશભાઈ પરમાર, મૂળજીભાઈ સોલંકી, મણીભાઈ ચાવડા, અમરશીભાઈ ચૌહાણ, હમીરભાઇ ચાવડા, મહેન્દ્રભાઈ પરમાર, જયદીપભાઇ સારેસા, મહેશભાઈ પરમાર, રવજીભાઈ સોલંકી, જેન્તીભાઈ સોલંકી, હરેશભાઈ પરમાર, મોહનભાઈ સોલંકી, અશોકભાઈ ચૌહાણ, નાનજીભાઈ બોસિયા, મહેશભાઈ સોલંકી, હિતેન્દ્રભાઈ પરમાર, અજયકુમાર વાઘેલા, અરવિંદભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, પ્રવીણભાઈ શુકલ, જયેશભાઈ સારેસા, રમેશભાઈ સોલંકી, નાગજીભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સાગઠીયા, દીપકભાઈ પરમાર, તેમજ પરેશ પારિઆ એ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News