મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર ગામના બોર્ડ પાસે સ્પામા સીસીટીવી કેમેરા ચાલુ ન રાખનાર મેનેજર સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના રાણેકપર ગામના બોર્ડ પાસે સ્પામા સીસીટીવી કેમેરા ચાલુ ન રાખનાર મેનેજર સામે ગુનો નોંધાયો

વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ રાણેકપરના બોર્ડ પાસે હિમાલયા પ્લાઝા સ્પામાં એસઓજી ની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચાલુ ન હતા અને સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટા ના ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપેલ ન હતા જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરમાં નો ભંગ થતો હોય સ્પાના મેનેજર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં આવેલા સ્પામાં કામ કરતા કર્મચારીઓની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી તેમજ સ્પામાં આવતા ગ્રાહકો નું રજીસ્ટર રાખવું અને સીસીટીવી કેમેરા નું ફૂટેજ ત્રણ મહિના સુધી રાખવું તે પ્રકારનું જાહેરનામુ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે જોકે તેની અમલવારી ઘણી જગ્યાએ ન થતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર તાલુકાના રાણેકપરના બોર્ડ પાસે આવેલ હિમાલયા પ્લાઝા માં સ્પર્શ સ્પામાં ચેક કરવામાં આવ્યુ હતુ ત્યારે ત્યાં કામ કરતા વર્કરના બાયોડેટા ના ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની માહિતી આપી ન હતી તેમજ સ્પામાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચાલુ ન હોય હાલમાં પોલીસ દ્વારા સ્પાના મેનેજર રવીન્દ્રભાઈ ઉર્ફે લાલો નવીનચંદ્રભાઇ સોલંકી જાતે વાણંદ (૪૦) રહે દરબારગઢ રોડ સોની શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News