મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નજીક માર્કો વિલેજ સોસાયટી પાસે પોલીસની બોલેરો ગાડીએ બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ આધેડનું મોત


SHARE







મોરબી નજીક માર્કો વિલેજ સોસાયટી પાસે પોલીસની બોલેરો ગાડીએ બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ આધેડનું મોત

મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ માર્કો વિલેજ સોસાયટી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડને પોલીસની બોલેરો ગાડીએ હડફેટે લીધા હતા જેથી કરીને તેને સારવાર માટે હોસેપિટલે લઇને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસની બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામની હદમાં આવતી હળવદ રોડ ઉપર ની માર્કો વિલેજ સોસાયટીમાં રહેતા ધવલભાઇ હીરાભાઈ રજોડીયા (૨૪) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસની બોલેરો ગાડી નંબર જીજે ૧૮જીબી ૫૫૮૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે ગત તા ૧૬/૨/૨૪ ના રોજ સવારે ૯;૦૦ વાગ્યાના અરસામાં તેના પિતા હીરાભાઈ રજોડીયા પોતાનું બાઈક નંબર જીજે ૩ બીજે ૮૫૦૫ લઈને માર્કો વિલેજ સોસાયટી ખાતે આવેલ દુકાનેથી મોરબી તરફ જવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોરબી તરફથી આવતી પોલીસની બોલેરો ગાડીના ચાલકે આગળના ભાગમાં જતી ફોર વ્હીલ ગાડી નો ઓવરટેક કરવા જતાં ફરિયાદીના પિતાના બાઈકને હડફેટે લીધુ હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીના પિતા ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેમજ પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનુ મોત નીપજયુ હતપ જેથી કરીને ભોગ બનેલા આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે






Latest News