મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જુગાર રમતી ચાર મહિલા ૧૨,૩૦૦ ની રોકડ સાથે પકડાઇ


SHARE











મોરબીમાં જુગાર રમતી ચાર મહિલા ૧૨,૩૦૦ ની રોકડ સાથે પકડાઇ

મોરબીના કુલીનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર મહિલાઓ જુગાર રમતા મળી આવી હોય પોલીસે ૧૨,૩૦૦ ની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલી નગરમાં નોતીયાર ચાની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા હનીફાબેન સઇદુભાઇ જેડા (૩૭), ખતીજાબેન અબ્બાસભાઈ ભટ્ટી (૪૦), ખુશીબેન હરેશભાઈ ઠક્કર (૫૦) અને રેખાબેન સંજયભાઈ વરાણીયા (૨૯) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૨,૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા હાજીભાઈ જુમાભાઈ પીલુડિયા જાતે પીંજારા મુસ્લિમ (૬૪) રહે જોન્સનગર ક્વાર્ટર માં મોરબી વાળા જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે ૧૫૫૦ રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ હુસેનભાઇ રહે. વીસીપરા કુલીનગર મોરબી વાળા પાસે કપાત કરાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News