ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન

આઝાદીના ૭૫ વર્ષ નિમિતે આઝાદી કા અમૃતમ મહોત્સવઅંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઓકટોબર માસમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા ર જી ઑક્ટોબરના રોજ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે કલેકટરશ્રી જે.બી. પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં તેમજ મોરબી તાલુકાના ગાળા ગામે નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મીતાબેન જોષી ની ઉપસ્થિતિમાં ખાસ ગ્રામ સભાઓ યોજવામાં આવી હતી. ગ્રામ સભામાં સ્વચ્છતાને લગત સોક્પીટ, કમ્પોસ્ટપીટ તેમજ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત કરવા ઉપસ્થિત લોકોને જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી મોરબી જિલ્લામાં ૧૦૦ દિવસ ઝુંબેશઅંતર્ગત આયોજીત કાર્યક્રમો હેઠળ ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત થનાર પ્રવૃતીઓના બહોળા પ્રચાર પ્રસાર ભાગ રૂપે સામુહિક સ્થળોની સફાઇ પ્રવાહી તેમજ ઘન કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ થાય તેવા મુદ્દાઓને ધ્યાને લઈ બહોળા પ્રમાણમાં જન ભાગીદારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સંવાદ યોજવામાં આવેલ. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્વચ્છતા શપથ, નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.

જિલ્લાના તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણ, જાહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ, શૌચાલયના વપરાશ પ્રત્યે સજાગ કરવા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ અન્વયે ગ્રામ્ય કક્ષાએ લોકોને જણ કરવા વિવિધ IEC પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં સિંગલ પ્લાસ્ટીક યુઝ વ્યવસ્થાપન અંતર્ગત સફાઇ કામ કરાવવામાં પ્રજાજનનોની મહત્વપૂર્ણ જનભાગીદારી નોંધાઇ રહી છે. મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ ફેઝ -૨ અંતર્ગત સ્વચ્છતા જાળવવા જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે.






Latest News