વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું


SHARE











વાંકાનેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ હોવાથી ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે શહેરમાં તમામ ભારે વાહનોની અવરજવર બંધ કરવા કે.બી.ઝવેરી જિલ્લા મેજીસ્ટ્રેટ , મોરબી જિલ્લા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર તા: ૧૬-૩-૨૪ સુધી સવારના  ૮ કલાક થી રાત્રિના  ૧૦ ક્લાક સુધી વાહનો પસાર થવા પ્રતિબંધ ફરમાવેલ છે. હવેથી, દિવાનપરા અમરસિંહજી બાપુના સ્ટેચ્યુચોકથી માર્કેટ ચોક (પુલ દરવાજા), ભમરીયા કુવા, લક્ષ્મીપરા ચોક ધર્મચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં. રાજકોટ રોડ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ થી ૨૫ વારીયા, લક્ષ્મીપરા ચોક, ધર્મચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં. જીનપરા ચોક નેશનલ હાઇવે થી સીટી સ્ટેશન રોડ ગ્રીનચોક, મેન બજાર, હરિદાસ રોડ,ચાવડી ચોક, માર્કેટ ચોક (પુ લ દરવાજા), અમરસિંહજી બાપુ ના સ્ટેચ્યુ - વાંકાનેર શહેરમાંથી બહાર રાજકોટ તરફ જઈ શકાશે નહીં. જીનપરા ચોક નેશનલ હાઇવે થી ધર્મચોક, લક્ષ્મી પરાચોક,૨૫ વારિયા,સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ- રાજકોટ તરફ જઈ શકાશે નહીં.

વૈકલ્પિક વ્યવસ્થા મુજબ,રાજકોટ શહેર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી-જડેશ્વર રોડ થઈ રાતીદેવરી ગામની ચોકડી થી પંચાસર રોડ થઈ હશનપર બ્રિજથી નેશનલ હાઇવે તરફ આવી જઈ શકાશે.મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે હશનપર બ્રિજથી પંચાસર રોડથી રાતીદેવરી ગામની ચોકડી થી રાતીદેવરી- જડેશ્વર રોડ થી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડ થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી રાજકોટ અમરસર ગામ તરફ આવી જઈ શકાશે.ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી જી વી સી એલ ના વાહનો, સબ વાહિની,એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર, સ્કૂલ કોલેજના વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.સરકારના હુકમથી આ નિયમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષણ અને પાત્ર બનશે.






Latest News