મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર ચોકડીએ એક્ટિવા ટ્રક ચાલકે હડફેટે લેતા માથું ચગદાઈ જવાથી આધેડનું મોત


SHARE







મોરબીની રફાળેશ્વર ચોકડીએ એક્ટિવા ટ્રક ચાલકે હડફેટે લેતા માથું ચગદાઈ જવાથી આધેડનું મોત

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલોની પાછળના ભાગમાં રહેતા આધેડ પોતાનું એકટીવા લઈને મોરબીની રફાળેશ્વર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના એકટીવાને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં આધેડના માથા ઉપરથી ટ્રકના વ્હીલનો જોટો ફરી ગયો હતો જેથી માથું ચગદાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ટ્રક ચાલક તેનો ટ્રક રેઢો મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક આધેડના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બગથળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં કેનાલ રોડ ઉપર રામકો બંગલોની પાછળના ભાગમાં અમૂલ્યમ એપાર્ટમેન્ટ બ્લોક નં-૫૦૧ ખાતે રહેતા રાજેશભાઈ છગનભાઈ મેરજા જાતે પટેલ (૫૦) નામના આધેડ પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એ ૦૮૧૦ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે રફાળેશ્વર ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૧૨ એટી ૮૧૮૧ ના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના આ બનાવમાં રાજેશભાઈ મેરજાના માથા ઉપરથી ટ્રકના ટાયરનો જોટો ફરી જવાના કારણે તેનું માથું ચગડાઈ ગયું હતું જેથી કરીને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાશી ગયો હતો જેથી હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક રાજેશભાઈ મેરજાના મોટાભાઈ ધીરજલાલ છગનભાઈ મેરજા જાતે પટેલ (૫૬) રહે બગથળા  તાલુકો મોરબી વાળાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જી સ્થળ ઉપરથી નાસી ગયેલા ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જુગાર

મોરબીમાં મચ્છુ નદીના પટમાં ભરાતી રવિવારી બજારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા માધવ ઉર્ફે માધિયો યોગેશભાઈ દવે જાતે બ્રાહ્મણ (૩૧) રહે. રીલીફ નગર બ્લોક નંબર-૭ લાલબાગ પાછળ મોરબી અને ગોપાલભાઈ પ્રાગજીભાઈ સોલંકી જાતે રજપૂત ખવાસ (૭૧) રહે. વાવડી રોડ સિદ્ધિ પાર્ક બ્લોક નં-૨૦ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૫૩૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News