મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ


SHARE







મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ

મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી હવે મોરબી જીલ્લામાં મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ લોકપાલને કરી શકાશે

કેશવજીભાઇ અઘારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા સંબંધિત ફરિયાદ, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ મેળવી શકશે અને મોરબી જિલ્લાની જનતા તેઓને મનરેગા સંબંધિત ફરિયાદ મોબાઈલ ઉપર, ઇ-મેઈલ દ્વારા કે લેખિતમાં કરી શકશે. અને કેશવજીભાઇ અઘારાનો મોબાઈલ નંબર ૯૫૧૨૦૦૧૬૧૦ છે અને તેમનો ઈમેઈલ ombudspersonmorbi@gmail.com છે. તેઓની કચેરીનું સરનામું રૂમ નં. ૧૪૮, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત ભવન, સો ઓરડી, મોરબી છે.

સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૧૬/૦૨/૨૦૨૪ ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.






Latest News