મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ પીએચસીને સુરાણી પરિવારે સાધન સહાય અર્પણ કરી


SHARE







માળીયા (મી)ના સરવડ પીએચસીને સુરાણી પરિવારે સાધન સહાય અર્પણ કરી

મોરબી જિલ્લા માળિયા તાલુકાના સરવડ ગામે સુરાણી પરિવાર દ્વારા લોકોના સારા આરોગ્ય અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આશરે એક લાખ સુધીની વિવિધ સાધન સહાય આપી આરોગ્ય માળખું વધારે સુવિધાયુક્ત બનાવવા એક આગવી પહેલ કરવામાં આવી છે.

સરકાર દ્વારા ગામડાઓ સુધી શિક્ષણ, આરોગ્ય, રમતગમત, સલામતી, વાહનવ્યવહાર, પ્રવાસન તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ વધુ વિકસે તેમજ ગામડાઓના જિલ્લામાં અન્ય સ્થળે, જિલ્લા બહાર કે રાજ્ય બહાર અથવા તો વિદેશમાં સ્થાયી થયેલા લોકોને ગામડા પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન થાય તે માટે સરકારશ્રી દ્વારા વતન પ્રેમી યોજના શરૂ કરવામાં આવી છે. આ પહેલ થકી આ યોજના સિવાય પણ ઘણા લોકો ગામડાઓને વધુ સુવિધાસભર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ગામડાઓને વિકસિત બનાવવાના આ યજ્ઞમાં એક આહુતિ મોરબી જિલ્લામાં સરવડ ગામના સુરાણી પરિવારે પણ આપી છે. માળિયા તાલુકાના સરવડ ગામના વતની અને હાલ મોરબી ખાતે સ્થાયી થયેલા એવેન્યુ ગ્રુપના ડાયરેક્ટર અમિતભાઈના પિતા પ્રાણજીવનભાઈ દેવશીભાઈ સુરાણી અને કાકા જીવરામભાઈ દેવશીભાઈ સુરાણી દ્વારા વતન પ્રેમ પ્રગટ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડને બે એક્ઝામિનેશન ટેબલ અને એક કેસકાર્ટ ટ્રોલીનું દાન આપવામાં આવ્યું છે. ઉપરાંત તેઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગનો મેઈન ગેટ પણ બનાવી આપવામાં આવનાર છે.

સરવડ ગામના સુવિધાસભર આરોગ્ય કેન્દ્રને બધું સુવિધાયુક્ત બનાવવા માટે ગ્રામ પ્રત્યે અનહદ લાગણી વ્યક્ત કરી દાતા પરિવાર દ્વારા સાધન સહાય સહિત એક લાખ જેટલું દાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિરાલી ભાટીયા તથા પંકજભાઈ પીઠડીયાને અર્પણ કરવામાં આવ્યું હતું. સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સુરાણી પરિવારની આ પહેલ પોંખી લેવામાં આવી હતી તેમણે ગામ તેમજ સરકાર વતી સુરાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News