મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના અમરાપર, પીલુડી, માણેકવાડા અને માળિયા(મિં.)ના ઘાંટીલા ગામે કરાઇ ઉજવણી


SHARE







મોરબી તાલુકાના અમરાપર, પીલુડી, માણેકવાડા અને માળિયા(મિં.)ના ઘાંટીલા ગામે કરાઇ ઉજવણી

પ્રજાસત્તાક પર્વની સમગ્ર મોરબી જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી દરમ્યાનમાં મોરબી તાલુકાના અમરાપર ગામે, પીલુડી ગામે અને માણેકવાડા ગામે પણ ઉજવણી થઈ હતી.તે રીતે જ માળિયા મિંયાણાના જુના ઘાંટીલા ગામે પણ શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.જેમાં બાળકોએ ભાગ લઈને અવનવા કાર્યક્રમો રજૂ કર્યા હતા.

અમરાપર પ્રા. શાળા

અમરાપર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બાળકો દ્વારા દેશ ભક્તિ ગીતનાટકકવ્વાલીપિરામિડ જેવી ૧૬ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.બહોળી સંખ્યામાં ગામ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને દાનનો સહયોગ પણ આપ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા અમરાપર શાળાના શિક્ષકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.આ તકે બાળકોએ રજૂ કરેલ દેશભક્તિને લગતી કવ્વાલી 'મેરી જાન જાએ વતન કે લિએ 'બધાને ખૂબ ગમી હતી.

પીલુડી પ્રાથમિક શાળા

પીલુડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં ૨૬ જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગામના સરપંચના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ અને બાળકોએ દેશભક્તિના નારા બોલાવ્યા હતા.ત્યારબાદ શાળાના બાળકોએ સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને અંતમાં બાળકો માટે સંગીત ખુરશીલીંબુ ચમચીફુગ્ગા ફોડલંગડી વિગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા બાળકોને શાળાના આચાર્ય અને ગામના સરપંચ દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા.

માણેકવાડા શાળા

મોરબીના માણેકવાડા ગામના મૂળ રહેવાસી અને હાલ મોરબી રહેતા હિરેનભાઈ દેત્રોજા તથા કૌશિકભાઈ માકાસણાએ માણેકવાડા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ૧૪૭ સ્કૂલ બેગ પ્રજાસત્તાક પર્વ નિમિતે આપી હતી આ ઉપરાંત છેલ્લા ૧૫ વર્ષથી દર વર્ષે બાળકોને ભેટ સોગાદ દ્વારા પ્રોત્સાહિત કરતા રતિભાઈ દેત્રોજા તરફથી ધો.૧ થી ૮ ના તેજસ્વી તારલાઓને શિલ્ડહાજરીમાં પ્રથમ ક્રમાંકને શૈક્ષણિક કીટ તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શાળમાં ગાયત્રીબેન દેત્રોજાના હસ્તે ધ્જવંદનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સરપંચ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જુના ઘાંટીલા હાઈસ્કુલ

૭૫ માં પ્રજાસત્તાક  પર્વ નિમિત્તે જુના ઘાંટીલા હાઈસ્કુલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેજસ્વી દીકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો અને સરપંચ હેતલબેન જાકાસણીયા અને ઉપસરપંચ કૈલાશભાઈ સુરાણીના હસ્તે દીકરીને મેડલ થતાં પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ ત્યારે કુમાર અને કન્યા શાળાના બાળકોએ દેશભક્તિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો






Latest News