મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્વારા એક શામ રામ કે નામ સંગીત સંધ્યા યોજાઇ


SHARE







મોરબીમાં સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્વારા એક શામ રામ કે નામ સંગીત સંધ્યા યોજાઇ

મોરબીમાં સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્રારા “એક શામ રામ કે નામ” સંગીત સંધ્યાના લાઈવ ઓરકેસ્ટ્રા કાર્યક્રમનું મોરબીમાં આયોજન કરવામા આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય તેમજ ૧૯૯૨ ના કારસેવકો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રાઇન કાર્યક્રમ માણ્યો હતો  

આજે અયોધ્યામાં રામમંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે આ શુભ દીવસની પૂર્વ સંધ્યાએ મોરબીના લોકોની ખુશી વ્યક્ત કરવા અને શ્રી રામચંદ્ર ભગવાનમાં આ ભવ્ય મહોત્સવમાં ભક્તિમય થવા માટે મોરબીવાસીઓમાં આનંદોત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે રાતે મોરબીના નગર દરવાજા ચોકમાં "એક શામ રામ કે નામ”  લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર હીન્દુ સંગઠનોના આગેવાનોહોદેદારોદરેક સમાજના પ્રમુખ સહિતના હોદેદારો ધાર્મિક સંગઠનના આગેવાનોવેપારી એસોશીએશનના આગેવાનોસેવાકીય સંસ્થાના સંચાલકોવિવિધ જ્ઞાતિના સેવાકીય મંડળ (યુવક મંડળ)ગણેશ ઉત્સવ સમિતિગરબી મંડળના આયોજકોમોરબી શહેર તથા નજીકના વિસ્તારોમાં આવતા મંદીરોના પુજારીટ્રસ્ટીઓધુનમંડળના સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા

આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેમના પત્ની જયોત્સનાબેન અમૃતિયા તેમજ દીકરો પ્રથમ અમૃતિયા, કારસેવક હંસાબેન ઠાકર અને અનોપસિંહ જાડેજા તેમજ મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવભાઈ આવડીયા, મોરબી પાલિકાના પૂર્વ ચેરમેન ભાવિકભાઈ જારીયા, ભાનુબેન નગવાડિયા, મોરબી બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કારીયા, યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઇ રબારી, કાજલબેન ચંડીભમ્મર, મયુરીબેન કોટેચા, કલ્પેશભાઇ રવેશીયા સહિતના આગેવાનો અને મોરબીના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રામ નામમાં સહુ કોઈ સંગીતના સ્યોર લીન થયા હતા 






Latest News