ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ
Breaking news
Morbi Today

ખેલ મહાકુંભ: મોરબી જિલ્લાની રત્નમણિ, મોડેલ સ્કૂલ મોટીબરાર અને નાગલપર શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ


SHARE











ખેલ મહાકુંભ: મોરબી જિલ્લાની રત્નમણિ, મોડેલ સ્કૂલ મોટીબરાર અને નાગલપર શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

માળિયા મિયાણા તાલુકા કક્ષા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધા તાજેતરમાં યોજાઈ હતી. આ ખેલ મહાકુંભની વિવિધ એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અંડર ૯ વયજૂથની સ્પર્ધામાં હુંબલ રાકેશ પ્રથમઅંડર ૧૧ વયજૂથની સ્પર્ધામાં મકવાણા હર્ષ પ્રથમ૫૦ મીટર દોડ અંડર ૧૧ વયજૂથની સ્પર્ધામાં હુંબલ શ્રેયા પ્રથમ અને ડાંગર કરણ દ્વિતીય તેમજ ગોળા ફેક અંડર ૧૪ વયજૂથની સ્પર્ધામાં ચાવડા પ્રતિક એ દ્વિતીય નંબર મેળવ્યો હતો. જેથી શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા સહિતનાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તો મોડેલ સ્કૂલ મોટીબરારના સ્પર્ધકોમાં અંડર-૧૭ વયજૂથમાં ૧૦૦ મિટર દોડમાં સાંગા મહેશભાઈ તેમજ ઉડેચા પ્રિંયકાબેન પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે અને ગોળા ફેંક સ્પર્ધામાં અંબાણી વૈદેહી પણ પ્રથમ ક્રમાંકે તેમજ લાંબી કૂદ સ્પર્ધામાં રાઠવા સોનલબેન દ્વિતીય ક્રમાંકે વિજેતા થયેલ છે.અને તાલુકામાં મોડેલ સ્કૂલ મોટીબરાર અને ગામનું નામ રોશન કર્યું છે. મોરબી તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં ૨.૦ સ્પર્ધા અંતર્ગત અંડર ૧૭ માં ખોખો ટીમમાં ભાગ લીધેલ જેમાં જામસર સીઆરસીની શ્રી નાગલપર કુમાર પ્રા.શાળા ખોખોમાં પ્રથમ ક્રમે અને શ્રી સમથેરવા કુમાર પ્રા.શાળા દ્વિતીય ક્રમે અને શ્રી વિઠ્ઠલપર કન્યા પ્રા.શાળાએ દ્વિતીય ક્રમ મેળવેલ છે.તો આ તમામ બાળકોએ શાળા તેમજ ગામ અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે તે બદલ જામસર સીઆરસી કો.ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણ તરફથી શાળાના શિક્ષકો અને વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News