મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મો૨બીના રાણીબા કેસમાં વધુ એક આરોપી જામીન મુક્ત


SHARE







મો૨બીના રાણીબા કેસમાં વધુ એક આરોપી જામીન મુક્ત

મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે ગયેલા યુવાનને માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેની ફરિયાદ આધારે આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે પૈકીનાં વધુ એક આરોપીના જામીન માટે અરજી મુકવ્મા આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે

આ કેસની માહિતી આપતા વકીલે જણાવ્યુ હતું કે, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૯૫, ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા એટ્રોસીટી એકટની કલમ.- ૩(૧)(આ૨)(એસ), ૩(૧)(ઈ), ૩(૨)(૫-એ), ૩(૨)(૫) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી જેનીથ ઉર્ફે ઝેન્યો ભીમાણીની અટક કરી હતી અને સેસન્સ એન્ડ સ્પે. એટ્રોસીટી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આરોપીના જામીન માટે વકીલ અમીત વી. ડાભી મારફતે મોરબીની સેસન્સ એન્ડ સ્પે. એટ્રોસીટી કોર્ટમાં અરજી રજુ કરવામાં આવેલ હતી જેમાં વકીલની દલીલ તથા ઉચ્ચ અદાલતના ચુકાદા ધ્યાને લઈને આરોપી જેનીથ ઉર્ફે ઝેન્યો ભીમાણીને જામીન મુકત કરતો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે એડવોકેટ અમીત વી. ડાભી રોકયેલ હતા






Latest News