મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !


SHARE







મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !

મોરબીમાં કપડા લેવાની માતા પિતાએ ના પાડતા ઘરેથી કહ્યા વગર સગીરા નીકળી ગયેલ હતી અને તે સગીરાનુ પરિવાર સાથે ૧૮૧ અભયમ ટીમે મિલન કરાવ્યું છે.

મોરબીના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે સગીર વયની દીકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ ૧૮૧ ટીમના કાઉન્સેલર સેજલ પટેલકોન્સ્ટેબલ ભારતીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે સગીરા પાસે ગયા હતા અને સગીરાને સાંત્વના આપીને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે સગીરાએ જણાવેલ હતું કે તેમની માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જો કે, હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં તેવું કહ્યું હતું ત્યાર બાદ તેના માતા પિતાને ફોન કરીને બોલાવેલ હતા અને સગીરાને તેના માતા-પિતાને સોપેલ હતી અત્રે ઉલેખનીય છે કે, માતા અને પિતાએ તેમની દીકરીને નવા કપડા લેવાની ના પાડતા તે ઘરેથી નીકળી ગઈ હતી જો કે, ૧૮૧ ની ટીમે સગીરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું.






Latest News