મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક ફોન ઉપર વાત કરતાં કારખાનની લેબર કોલોની ઉપરની નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE







મોરબી નજીક ફોન ઉપર વાત કરતાં કારખાનની લેબર કોલોની ઉપરની નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી નજીકના ચાંચાપર ગામ પાસે આવેલ પોલીપેકના કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન ફોન ઉપર વાત કરતા કરતા લેબર કોલોનીની છત ઉપર ગયો હતો અને ત્યારે ત્યાંથી કોઈ કારણોસર તે ૩૫ ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યો હતો જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને તેનો ભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના સિદ્ધાર્થનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ચાંચાપર ગામે આવેલ એકતા પોલીપેક નામના કારખાનામાં કામ કરતો અને લેબર કવાર્ટરમાં રહેતો દીપક રાજકુમાર સહાની જાતે મચ્છવારા (૨૩) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ફોન ઉપર વાત કરતા કરતા તે લેબર કોલોનીની છત ઉપર ગયો હતો અને ત્યારે કોઈ પણ કારણોસર તે ૩૫ ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે અને શરીરને ગંભીર ઈજા થઈ હોવાથી દિપક સહાનીનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેનો નાનો ભાઈ ફુલચંદ્ર રાજકુમાર સહાની જાતે મચ્છવારા (૨૦) રહે. હાલ એકતા પોલીટેક કારખાનું ચાંચાપર મૂળ રહે. યુપી વાળો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેના ડેડબોડીને લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની તેના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News