સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીમાં થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના થોરાળા ગામના મોરબીમાં નિવાસ કરતા નાગરિકોના થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપ દ્વારા પટેલ સમાજવાડી  શનાળા ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બાળકોએ હસ્તે દીપ પ્રાગટય કરી આ સ્નેહમિલન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સમાજના આગેવાનો દ્વારા સમાજમાં એકતા જાળવી રાખવા માટે સૌએ પોતાનું યોગદાન આપવા માટે હાકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજમાં હજી પણ ક્યાંક ક્યાંક રહેલા કુરિવાજો દૂર કરી વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે સૌને પ્રાસંગિક દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જે બાળકોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીની વરણી કરવામાં આવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મૂળ થોરાળાના નિવાસી અને વર્ષોથી મોરબીમાં વસવાટ કરતા પરિવારો તથા થોરાળા ગામમાં નિવાસ કરતા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News