હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબી નવયુગ પ્રેપ સેક્સનમાં એન્યુઅલ ફંક્સન તરંગનું ધમાકેદાર આયોજન કરાયું હતું


SHARE







મોરબી નવયુગ પ્રેપ સેક્સનમાં એન્યુઅલ ફંક્સન તરંગનું ધમાકેદાર આયોજન કરાયું હતું

મોરબીમાં નવયુગ પ્રેપ સેક્શન  નવયુગ ઇંગ્લીશ મીડીયમની ત્રણેય બ્રાન્ચના એન્યુઅલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ અલગ અલગ થીમ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું જેમકે સોશિયલ મેસેજ થીમ, પ્રી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ થીમ , એન્ટરટેનમેન્ટ થીમ ઉપરાંત સ્વર્ગની યાત્રા પણ કરાવી દીધી હતી આ સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સે એન્કરીંગ કરીને આટલી નાની ઉંમરે એક પ્રતિભાશાળી વક્તા જેવું પ્રદર્શન કર્યું હતું ત્યારે સ્કૂલના બાળકોના મમ્મીઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખુબ સરસ કૃતિનું પર્ફોમન્સ કર્યું હતું આ તમામ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડિરેક્ટર દુષ્યંતભાઈ પટેલ અને પ્રિન્સિપલ મંજુબેન પરેચાના નેતૃત્વ હેઠળ નવયુગ પ્રેપ સેક્શનની ત્રણેય સ્કુલના તમામ કોર્ડીનેટર અને ટીચર્સ નવયુગ એકેડમીના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુબ મહેનત કરી હતી  આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, રંજનબેન કાંજીયા, ડો. સતિષભાઈ પટેલ, હંશરાજભાઈ ગામી, રાજેશભાઈ કુંડારીયા, જીતુભાઇ એરવાડીયા, ડો. દીપકભાઈ અઘારા, ડો. તૃપ્તિ સવારીયા સહિતના હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો મોરબી નવયુગ સંકૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વકીલ કિશોરભાઇ બોપલિયાના દીકરા ભવ્ય કિશોરભાઇ બોપલિયાએ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં બની રહ્યું છે તેને લગતી સ્પીચ આપીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા






Latest News