મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજુર


SHARE







વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજુર

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા બાદમાં વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં કોર્ટે તે બંને આરોપીના જામીન મંજૂર કરેલ છે

વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને તે બંનેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં વાંકાનેરના યુવા એડવોકેટ અને વાંકાનેર બાર એસો.ના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ. પરમાર દ્વારા દલીલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટને લગતા ચુકાદાઓ જામીન અરજીમાં રજૂ કરેલ હતા જે ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાલની રેગ્યુલર જામીન અરજી વાંકાનેર કોર્ટે મંજુર કરેલ છે આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે મયુરસિંહ એસ. પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય આર. બાંભવા, યોગીરાજસિંહ ઝાલા અને તેજપાલસિંહ ઝાલા  રોકાયેલા હતા






Latest News