મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

રામ તારી માયા: મોરબીની જયદિય એન્ડ કંપની દ્વારા અયોધ્યા રામમંદિરની પ્રતિકૃતિ મોરબી અને માળીયાના 150થી વધારે મંદિરોમાં અર્પણ


SHARE







રામ તારી માયા: મોરબીની જયદિય એન્ડ કંપની દ્વારા અયોધ્યા રામમંદિરની પ્રતિકૃતિ મોરબી અને માળીયાના 150થી વધારે મંદિરોમાં અર્પણ

આજે જયારે 500 વર્ષના સંઘર્ષ બાદ આગામી તા 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામનો અયોધ્યાની જન્મસ્થલી પર બનાવવામાં આવેલ ભવ્ય દિવ્ય અને અલૌકિક મંદિરમાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઇ રહ્યો છે. અને દેશભરમાં અને વિદેશમાં વસતા કરોડો કરોડો હિન્દુઓમાં અનેરી આતુરતા પૂર્વક તે દિવસ તે પળની રાહ જોવાઈ રહી છે. સમગ્ર દેશમાં રામનામનો નાદ ગુંજી રહ્યો છે. દેશભરના સાધુ સંતો મહંતો એક અદ્વૈત આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. તો પ્રત્યેક સનાતની દેશવાસી પોતાના ઘેર તોરણો બાંધી, રંગોળી સજાવી રામલલ્લાની આરતી ઉતારવા થનગની રહ્યા છે. અને સમગ્ર ભારતવર્ષ રામમઈ બન્યુ છે ત્યારે મોરબી માળીયા પંથકમા " રામ તારી માયા" થી જાણીતા જાડેજા પરિવારમાં પણ આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.

મોરબીના જાડેજા પરિવારનાં મનુભા જાડેજાનું સમગ્ર જીવન રામના નામે અને મોરબી માળિયા પંથકમા તેઓ  "રામ તારી માયા" થી જ ઓળખાય!! તેમની બીજી પેઢી એટલે સુપુત્ર ઉદયસિંહ જાડેજા (મોટાભાઈ) તેમની ત્રીજી પેઢી એટલે પુત્રો જયુભા, દિલુભા, અશ્વિનસિંહ, અનિરુદ્ધસિંહ અને ચોથી પેઢીમાં તેમના સંતાનો આ ચાર ચાર પેઢીઓથી પ્રભુ શ્રી રામ પર આજની તારીખે પણ અતુટ શ્રધ્ધા, અતુટ વિશ્વાસ છતાં કોઇ દંભ, દેખાડા નહી. બસ રામનું નામ, રામના નામે સેવાના કામ આજે આ ઉદયસિંહભાઈ જાડેજાનો પરિવાર એટલે મોરબી, માળીયા પંથકમા એક અગ્રની ઉધોગકારનો પરિવાર અને જયદીપ એન્ડ કંપની ( મોરબી, વવાણીયા ) તેમના પુત્ર અને મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા તેમજ બંધુ દિલુભા દ્વારા પ્રભુ શ્રી રામનો ઉજવાનાર ઐતિહાસિક પ્રસંગોની યાદ કાયમ તાજી રહે તેવા ઉમદા આશયથી મોરબી, માળીયા પંથકના તમામ લગભગ 150 થી વધારે મંદિરોમાં ભગવાન શ્રી રામના મંદિરની સુંદર,મનમોહક, આબેહુબ પ્રતિકૃતી અર્પણ કરવામાં આવી રહી છે. અને ચાર ચાર પેઢીએ પણ સંચવાયેલી આ ધર્મભાવના પ્રશંસા ને પાત્ર બની છે.ત્યારે સમગ્ર જાડેજા પરિવાર પણ પ્રભુ શ્રી રામના આ અવિસ્મરણીય પ્રસંગને વધાવવા થનગની રહ્યો છે.






Latest News